ન્યાય મેળવવાની પ્રક્રિયામાં ટેક્નોલોજી વધુ સક્રિય રીતે ઉપયોગમાં લેવાય તે જરૂરી હોવાનું મહત્વપૂર્ણ અવલોકન કરતાં ગુજરાત હાઇકોર્ટએ એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. પરસ્પર સંમતિથી છૂટાછેડાના કેસમાં અમેરિકામાં રહેતા પતિને વીડિયો કોન્ફરન્સંગ દ્વારા સમાધાનની પ્રક્રિયામાં જાડાવાની મંજૂરી હાઇકોર્ટે આપી છે.
આ મામલામાં અમદાવાદની અમદાવાદ ફેમિલી કોર્ટે દ્વારા આપવામાં આવેલા આદેશને પડકારવામાં આવ્યો હતો. ફેમિલી કોર્ટે પતિની વીડિયો કોન્ફરન્સંગ દ્વારા સમાધાન પ્રક્રિયામાં ભાગ લેવા માટેની વિનંતીને નકારી કાઢી હતી. જાકે હાઇકોર્ટે નોંધ્યું કે કેસના તથ્યોને યોગ્ય રીતે ધ્યાનમાં લીધા વિના આ વિનંતી ‘બ્લાઇન્ડલી’ નકારી કાઢવામાં આવી હતી.
હાઇકોર્ટએ પોતાના આદેશમાં જણાવ્યું કે ટ્રાયલ કોર્ટે યંત્રવત રીતે અને આંખો બંધ કરીને નિર્ણય કર્યો છે, જેના કારણે ન્યાયનું “મિસકેરેજ” થયું છે. તેથી એવો નિર્ણય કાયદાની દ્રષ્ટિએ ટકી શકતો નથી અને તેમાં હસ્તક્ષેપ કરવો જરૂરી છે.
હાઇકોર્ટે વધુમાં જણાવ્યું કે ન્યાયિક પ્રક્રિયામાં ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો કાર્યવાહી વધુ સુલભ અને ઝડપી બની શકે છે. વીડિયો કોન્ફરÂન્સંગ એક કોસ્ટ-ઇફેÂક્ટવ અને કાર્યક્ષમ વિકલ્પ છે, જે વિવિધ સ્થળોએ રહેલી વ્યÂક્તઓને હાઇબ્રિડ રીતે જાડવાની સુવિધા આપે છે. સમગ્ર વિશ્વમાં આ ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ થઇ રહ્યો છે અને તે ન્યાયિક પ્રક્રિયાને બિનજરૂરી વિલંબથી બચાવી શકે છે.
વર્ષ ૨૦૨૪માં અમદાવાદમાં પતિ-પત્નીના લગ્ન થયા હતા. પરંતુ પતિ વિદેશમાં રહેતો હોવાથી લગ્નના માત્ર પાંચથી છ દિવસ બાદ જ બંને અલગ રહેવા લાગ્યા હતા. ત્યારબાદ બંનેએ પરસ્પર સંમતિથી છૂટાછેડા મેળવવા માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. પત્નીએ ભરણપોષણનો દાવો પણ છોડી દીધો હતો, છતાં સમાધાનના પ્રયાસો સફળ થયા નહોતા.
પતિ વિદેશમાં રહેતો હોવાથી તેણે પાવર ઓફ એટર્ની મારફતે કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી અને સમાધાન પ્રક્રિયામાં રૂબરૂ હાજર રહી શકશે નહીં તેમ જણાવ્યું હતું. સાથે જ વીડિયો કોન્ફરÂન્સંગથી જાડાવાની મંજૂરી માંગી હતી. ફેમિલી કોર્ટે આ વિનંતી ફગાવી દીધી હતી, જેને પડકારતા મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો.
આ મામલે અરજદાર તરફથી હાજર રહેલા એડવોકેટ ઋતવીજ ઓઝાએ જણાવ્યું હતું કે, આજના ડિજિટલ યુગમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ન્યાયિક પ્રક્રિયા સરળ બનાવવી જરૂરી છે. માત્ર સમાધાન પ્રક્રિયામાં ભાગ લેવા માટે વિદેશથી ભારત આવવા મજબૂર કરવું ગેરવાજબી ગણાય.હાઇકોર્ટે આ દલીલોને ધ્યાનમાં લઈ ફેમિલી કોર્ટનો આદેશ રદ કરી પતિને વીડિયો કોન્ફસિંક દ્વારા સમાધાન પ્રક્રિયામાં જાડાવાની મંજૂરી આપી છે.






































