પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૨૪ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતભરમાં ‘વિકાસ સપ્તાહ’ની ભવ્ય ઉજવણી શરૂ થઈ છે. પ્રધાનમંત્રીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતે છેલ્લા બે દાયકાથી વધુ સમયગાળામાં સર્વાંગી વિકાસની હરણફાળ ભરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર ૭ થી ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન આ વિકાસ યાત્રાને જનજન સુધી પહોંચાડી રહી છે.આ ઉજવણીના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં પણ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ લોકલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો શુભારંભ કરવામાં આવ્યો હતો. વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામે વિકાસ રથનું આગમન થયું હતું. આ પ્રસંગે ગ્રામજનોએ રથનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં યુનિયન બેંકના ચેરમેન પ્રતાપભાઈ ડોડીયા, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા ન્યાય સમિતિના ચેરમેન રાજેશભાઈ, ટીડીઓ બી.આર. બગથરિયા, માજી કારોબારી ચેરમેન દીપુભાઈ બારડ, ઉપ પ્રમુખ વિશાલભાઈ ગાધે, તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ બારડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.