સાવરકુંડલામાં એક યુવકે વાડીમાં ઉપજ નહીં આવવાના ટેન્શનમાં ગળાફાંસો ખાધો હતો. અશોકભાઈ કનુભાઈ ઉનાવા (ઉં.વ.૩૦)એ જાહેર કર્યા મુજબ, તેમના પિતા કનુભાઈ બાઘાભાઈ ઉનાવા (ઉં.વ.૫૫) ભાગવી રાખેલી વાડીમાં ઉપજ નહીં આવે તેવા ટેન્શનમાં રહેતા હતા. જેના
કારણે ગળાફાંસો ખાઈ લેતાં તેમનું મરણ થયું હતું. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એ. એસ. આઈ. જે. જે. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.





































