તાલુકાના રવાણિયા ગામે એક ૧૪ વર્ષીય સગીર તરુણીનું અપહરણ કરી આઠ યુવકો દ્વારા સામુહિક દુષ્કર્મ આચરવાની જઘન્ય ઘટનાએ સમગ્ર વાંસદા પંથકમાં ચકચાર મચાવી દીધી છે. આ માનવતાને શરમાવે તેવી ઘટનાએ સ્થાનિકોમાં આક્રોશની લાગણી જગાવી છે, અને પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.ઘટનાની વિગતો મુજબ, રાત્રિના અંદાજે ૧૦ વાગ્યાના સુમારે સગીર તરુણી ઘરમાંથી લઘુશંકા માટે બહાર નીકળી હતી. તે સમયે ત્રણ આરોપીઓએ તેનું મોઢું દબાવી દબાણપૂર્વક મોટરસાઇકલ પર બેસાડી અપહરણ કર્યું હતું.
આરોપીઓ તેને ઘરની નજીક આવેલા ચેકડેમ પાસે લઈ ગયા હતા.ત્યાં પહોંચતાં જ આરોપીઓએ પીયુશ નામના એક શખ્સને ફોન કરી ફોરવ્હીલ વાહન લઈને આવવા જણાવ્યું હતું. આ દરમિયાન, સગીરાના ભાઈના મિત્રો આદિત્ય અને નિખિલ પણ ત્યાં હાજર હતા. થોડા સમય બાદ ફોરવ્હીલ વાહનમાં ત્રણ વધુ યુવકો આવી પહોંચ્યા હતા. આમ, કુલ આઠ યુવકોએ સગીરાને ચેકડેમ પાસેના એક ઓરડામાં લઈ જઈ બંધ કરી દીધી હતી.
ફરિયાદ અનુસાર, આરોપીઓએ તરુણીને નિર્વસ્ત્ર થવા માટે દબાણ કર્યું હતું. જ્યારે તેણે વિરોધ કર્યો ત્યારે એક આરોપીએ તેનું માથું દિવાલ સાથે અથડાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમણે કહ્યું કે, “તમામ સાથે શારીરિક સંબંધ બાંધવો પડશે.” ભય અને ધમકીથી ગભરાઈ ગયેલી સગીરાને બળજબરીથી કપડાં ઉતારવા મજબૂર કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપીઓએ તેના હાથ-પગ પકડી રાખી એક પછી એક વારાફરતી જબરદસ્તી શારીરિક સંબંધ બાંધ્યા હતા.આ ઘટનામાં સામેલ આરોપીઓના નામ આદિત્ય, નિખિલ, પીયુશ , ઉદય, સાહિલ, રવિન્દ્ર, આકાશ અને રાહુલ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પરિવારજનોએ વાંસદા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.