અમરેલી જિલ્લામાં જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઇ અને પીએસઆઇની વહીવટી સરળતા ખાતર બદલીના હુકમો એસપી સંજય ખરાતે કર્યા છે. જેમાં એલ.સી.બી પી.આઇ કલોદરાની રાજુલા ખાતે બદલી કરાઈ છે, જ્યારે એ.ડી. ચાવડાને એલ.સી.બી. પી.આઈ. તરીકે મૂકવામાં આવ્યા છે. કે.એલ. ખટાણાને સાઇબર ક્રાઇમ અને આર.જી. ચૌહાણને એસ.ઓ.જી. શાખામાં બદલી કરાયા છે. કે.વી. ચુડાસમાને ખાંભા પોલીસ સ્ટેશન ખાતે ફરજ પર મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત પણ અમરેલી પોલીસ બેડામાં અન્ય બદલીઓનો ગંજીપો ચીપાયો હોવાનો જાણવા મળ્યું છે.






































