હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વલસાડના વાપી તેમજ આજુ-બાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકતા પાણી ભરાયા છે. ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ૫ દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે. આગામી ૮ જૂન સુધી રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદ ખાબકે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વધારે જોવા મળી છે. તો ક્યાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના શહેરોમાં પણ વરસાદ વરસી શકે છે.