વલસાડ જિલ્લાની ખાનગી હોસ્પિટલમાં ડેંગ્યુમાં સારવાર દરમ્યાન ૨૩ વર્ષીય યુવતીનું મોત થયું છે. યુવતીનું મોત થતાં પરિવારના સભ્યોમાં શોકની લાગણી છવાઈ છે. ચાલુ વર્ષે વલસાડ જિલ્લામાં ડેન્ગ્યુના કેસો સામે આવતા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દોડતું થયું છે.
ડેન્ગ્યુને લઈને મચ્છરનો ઉપદ્રવ ઘટાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લામાં ધીમે-ધીમે ડેન્ગ્યુના કેસોએ માથું ઉચકયું છે, ૨૩ વર્ષિય યુવતીનું ડેન્ગ્યુના કારણે વલસાડની ખાનગી હોÂસ્પટલમાં મોત નિપજતાં વલસાડની આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. વલસાડની હોસ્પિટલના તબીબ ડેન્ગ્યુના કારણે યુવતીનું મોત થયુ હોવાનું જણાવી રહ્યા છે.
ડેન્ગ્યુના લક્ષણો જણાતા તેને વધુ સારવાર માટે વલસાડની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ ડેન્ગ્યૂના કારણે તેમનું સરાવાર દરમિયાન મોત નિપજયું હતું. ૨૩ વર્ષિય યુવતી ડેન્ગ્યુનો શિકાર બનવા છતાં પણ વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ ગંભીરતા દાખવી નથી.