વરસડાની પ્રાથમિક શાળામાં બે શિક્ષકોનો નિવૃત્તિ વિદાયમાન અને ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ એકસાથે યોજાયો હતો. શાળામાં લાંબા સમય સુધી મદદનીશ શિક્ષક નીતાબેન ગોલ અને જશવંતભાઈ ગોહિલ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા, તેમનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. બંને શિક્ષકોએ શિક્ષણ ક્ષેત્રે આપેલા અમૂલ્ય પ્રદાન અને વિદ્યાર્થીઓના ઘડતરમાં ભજવેલી ભૂમિકાને ગ્રામજનો અને સ્ટાફ દ્વારા બિરદાવવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા તેમનું શાલ ઓઢાડી અને સ્મૃતિ ચિન્હ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ધોરણ ૮નો અભ્યાસ પૂર્ણ કરી ઉચ્ચ શિક્ષણ માટે આગળ વધી રહેલા વિદ્યાર્થીઓને ભાવિ જીવનમાં સફળતા મેળવવા અને ગામનું નામ રોશન કરવા આશીર્વચન પાઠવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંપૂર્ણ સંકલન વરસડા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યું હતું.