વડીયા અને આસપાસના વિસ્તારમાં સિંહ પરિવારોનો કાયમી વસવાટ જોવા મળી રહ્યો છે, જેના કારણે સિંહપ્રેમીઓમાં ખુશી છે. જોકે, વડીયાના કૃષ્ણપરા વિસ્તારમાં માલધારીઓના વાડા આસપાસ સિંહો દ્વારા વારંવાર મારણની ઘટનાઓ સામે આવી રહી છે. ગઈ કાલે રાત્રે વડીયાના કૃષ્ણપરા વિસ્તારમાં ઢુંઢિયા પીપળીયા રોડ પર બિલેશ્વર મહાદેવ મંદિર પાસેના રહેણાંક વિસ્તારમાં એક વાછરડીનું મારણ થયું હતું. રહેણાંક વિસ્તારમાં થતા આ મારણથી પશુપાલકો અને સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે. વડીયાની સુરવો નદી કિનારે કાંટાળી ઝાડી વિસ્તારમાં ત્રણ બચ્ચાઓ સાથેની સિંહણ લાંબા સમયથી રહેતી હોવાનું સામે આવ્યું છે.









































