તોરી ગામે તાજેતરમાં કોટડીયા પરિવારમાં લગ્ન પ્રસંગ યોજાયો હતો, જેમાં ધાર્મિક, રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓએ બહોળી સંખ્યામાં હાજરી આપી નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે વડીયા સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી આનંદસ્વરૂપદાસજી સ્વામી, રામસ્વરૂપ સ્વામી તથા હરિકૃષ્ણ સ્વામી જેવા સંતોએ પધારી વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું. તેમની સાથે પીઠડીયા મંદિરના મહંતે પણ ઉપસ્થિત રહી દંપતીને શુભાશિષ આપ્યા હતા.આ શુભ અવસરે ગુજરાત રાજ્યના કાયદા અને ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઉંધાડ, પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી તથા ધારાસભ્ય જે.વી. કાકડીયાએ વિશેષ હાજરી આપી હતી. સામાજિક ક્ષેત્રે ખોડલધામના ટ્રસ્ટી ગોપાલભાઈ રૂપાપરા, વસંતભાઈ મોવલીયા, જિલ્લા કન્વીનર રમેશભાઈ કાથરોટીયા અને સુરેશભાઈ દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, ઉદ્યોગપતિ કિશોરભાઈ વેકરીયા અને લેઉવા પટેલ સમાજના પ્રમુખ સહિત સુરતના ઉદ્યોગપતિઓ અને સ્થાનિક કન્વીનરોએ પણ હાજરી આપી હતી.




































