વડીયામાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ ‘ચાય પે ચર્ચા’ કરી હતી. વડીયા શહેરમાં સામાન્ય માણસની જેમ કાર્યકર્તા સાથે બાઈક પર બેસી તેમણે નગરયાત્રા કરી હતી. વડીયા શહેરમાં અલગ અલગ જગ્યાએ ચા ની ચુસ્કી લગાવી લોકોના પ્રશ્નો અંગે ચર્ચાઓ કરી હતી. કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, કાર્યકર એ દીવો છે, જે પોતે બળી જાય છે, પણ બીજાને પ્રકાશ આપે છે.” પોતાના કાર્યકરોને સદાયને માટે પોતાની નજીક રાખતા અને સમયાંતરે તેમની મુલાકાત કરવાનું અને તેમની રજૂઆતો સાંભળવાનું કાર્ય ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા ક્યારેય નથી ભૂલતા. વડીયા ખાતે ધારાસભ્ય દ્વારા વડીયાના વિવિધ કાર્યકરોના ઘરે ઘરે જઈને તેમની મુલાકાત કરવામાં આવી અને એક નેતા નહીં પણ એક સેવકની જેમ વડીયાને પાયાની સુવિધાઓ મળી રહે તે અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ તકે વડીયા કુંકાવાવ તાલુકા પંચાયતના પ્રમુખ પરસોત્તમભાઈ હિરપરા, તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ ઠુંમર, તુષારભાઈ ગણાત્રા સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.