વડીયા સુન્ની મુસ્લિમ સમાજ અને વડીયાના મુસ્લિમ વેપારી મિહિરભાઈ સુમરા કમલ બેકરી વાળા દ્વારા વડીયા રામજી મંદિરનું નવનિર્માણ કરવામાં અનુદાન આપી કોમી એકતાની મિસાલ કાયમ કરી હતી. વડીયા વોર્ડ નં. ૬ હવેલી શેરીમાં આવેલ ” રામજી મંદિર ” ના જીર્ણોદ્ધાર એટલે નવીનીકરણનું કામ ચાલુ છે ત્યારે વડીયા સુન્ની મુસ્લિમ સમાજ અને વડીયાના મુસ્લિમ વેપારી મિહિરભાઈ સુમરા કમલ બેકરી વાળા તરફથી હિન્દુ મુસ્લિમ એકતાનું મજબૂત ઉદાહરણ આપી અનુદાન કરવામાં આવ્યું હતું. જેમાં વડીયા ગ્રામ પંચાયતના સરપંચ મનિષભાઈ ઢોલરિયા, વડીયા વોર્ડ નં. ૬ ના સભ્ય જુનેદ ડોડીયા, વડીયાના વેપારી મુસ્લિમ અગ્રણી મિહિરભાઈ સુમરા, મુસ્લિમ અગ્રણી મહમદભાઈ કંદોઈ સુમરા, ભીખાભાઈ પંડ્‌યા, રઝાકભાઇ શાહમદાર વગરે લોકો ઉપસ્થિત રહ્યા હતા.