વડીયામાં લગ્નપ્રસંગે હાજરી આપવા આવેલા ઊર્જા, પેટ્રોકેમિકલ્સ અને સંસદિય બાબતોના રાજ્ય કક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ સ્થાનિક શ્રી સ્વામિનારાયણ દિવ્યધામમાં દર્શન કરી સંતોના આશીર્વાદ લીધા હતા. આ તકે દિવ્યધામના સંતો- આનંદસ્વરૂપદાસજી, નીલકંઠસ્વરૂપદાસજી અને પ્રેમસ્વરૂપદાસજીએ આશીર્વાદ આપ્યા હતા. મંત્રી કૌશિકભાઈ વેકરીયાની મુલાકાતથી સંતોએ રાજીપો વ્યક્ત કર્યો હતો. આ તકે કૌશિકભાઈ વેકરીયા સાથે જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલ ધોરાજીયા, તાલુકા પંચાયત પ્રમુખ પરષોત્તમ હિરપરા, તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષ ઠુમ્મર સહિતના લોકો જોડાયા હતા.









































