વડીયા તાલુકાના બાવીશી બરવાળા ગામે બે વર્ષ પહેલા ગીરધરભાઈ બાલુભાઈ બાવીશી સાથે ઉમેદભાઈ દેવકુભાઈ જેબલીયા બંને સાથે રહેતા હોય તેથી ગીરધરભાઈએ જમવાના પૈસા લીધેલ ન હોય પરંતુ ઉમેદભાઈએ વોશિંગ મશીન અને ઘરવખરી લઈ દીધેલ હોય જેથી તેનો હિસાબ માંગતા ફરિયાદી ગીરધરભાઈએ બે વર્ષના પૈસાનો હિસાબ માંગતા ઉમેદભાઈએ ગાડી તેના ઘરે મૂકી દીધા બાદ જયારે પૈસા માંગુ ત્યારે ગાડી આપજા એમ કહી પૈસા આપ્યા વગર ગાડી માંગી લાફા ઝીંકી દેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બરવાળા બાવીશી ગામે રહેતા ગીરધરભાઈ બાલુભાઈ બાવીશીએ વડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, અમરેલીના ટીંબલા ગામે રહેતા ઉમેદભાઈ દેવકુભાઈ જેબલીયા બે વર્ષની તેમના ઘરે જમતા હતા તો ઉમેદભાઈએ ગીરધરભાઈને વોશિંગ મશીન અને ઘરવખરી લઈ દીધેલ હતી જે બાદ ઉમેદભાઈ વોશિંગ મશીન અને ઘરવખરીના પૈસા માંગતા ગીરધરભાઈએ બે વર્ષના જમવાના પૈસાનો હિસાબ કરતા ઉમેદભાઈ પાસેથી રૂ.૬પ૦૦૦ લેણા નીકળતા હોવાથી ઉમેદભાઈએ પોતાની કાર ગીરધરભાઈને આપી હું પૈસા આપી જાવ પછી કાર પાછી આપજા તેમ કહ્યું હતું. જેથી ગીરધરભાઈ મોટી કુંકાવાવ ગામે હીરા ઘસવાનું કામ કરતા હોય ત્યારે ઉમેદભાઈએ ત્યાં જઈ લાવ મારી કાર કેમ પાછી આપતો નથી તેમ કહી ગીરધરભાઈને ચાર-પાંચ લાફા ઝીંકી દેતા ગીરધરભાઈએ ઉમેદભાઈ જેબલીયા સામે વડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે







































