વડિયા તાલુકાના તરઘરી ગામે પરિણીતા પર શારીરિક અને માનસિક ત્રાસની એક ઘટના સામે આવી છે. જેમાં પતિએ પત્નીને ઢીકાપાટુનો માર મારી, ગાળાગાળી કરી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. હાલ અમરેલીમાં રહેતા દયાબેન સંજયભાઇ ખુમાણ (ઉ.વ.૩૫)એ તરઘરી ગામે રહેતા પતિ સંજયભાઇ કેશુભાઇ ખુમાણ તથા વિનોદભાઇ કેશુભાઇ ખુમાણ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ પતિ દ્વારા તેમના પર ખોટી શંકા-કુશંકાઓ રાખીને અવારનવાર વિવાદ કરવામાં આવતો હતો. આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પતિએ તેમને ઢીકાપાટુનો બેફામ માર માર્યો હતો અને જાહેરમાં અભદ્ર ગાળો આપી અપમાનિત કરી હતી.જ્યારે વિનોદભાઇ કેશુભાઇ ખુમાણે પણ ગાળો આપી તથા મારવા માટે દોડ્‌યા હતા.