ભારતે પહેવગામ હુમવલા બાદ પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરીને બદલો લીધો છે. જેને પગલે દેશ વિદેશના નેતાઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરી રહ્યા છે. બીજીતરફ આ મુદ્દે કર્ણાટકનાં પૂર્વ રાજ્યપાલ અને રાજકોટના નેતા વજુભાઈ વાળાનું ઓપરેશન સિંદુર અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
પ્રાથમિક માહિતી અનુસાર થલ અને વાયુસેનાએ રાતના પોણા બે વાગ્યે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણા પર હુમલો કર્યો હતો. આ એર સ્ટ્રાઈકની દેશભરમાં ચર્ચા થઈ રહી છે, ત્યારે પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ જણાવ્યું હતું કે, આ તો શરૂઆત છે હજુ આતંકવાદ પૂર્ણ કરીને જ રહેશે વડાપ્રધાન કરી શકે છે તે બોલે છે અને જે બોલે છે તે કરીને બતાવે છે, પાકિસ્તાન પાસે તાકત નથી કે તે હિન્દુસ્તાન સામે ટકી શકે.
પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ જણાવ્યું હતું કે હજુ આ તો શરૂઆત છે. આતંકવાદ પૂર્ણ કરીને જ રહેશે. આતંકવાદી પ્રવૃત્તિઓને ટેકો આપનાર સામે પણ કાર્યવાહી થશે. ભુસાયેલા સિંદૂરનો બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું છે. મોટા ભાગના દેશો આતંકવાદના વિરુદ્ધ છે. પાકિસ્તાનની મનોવૃતિ ખતમ કરી નાખીશું. પાકિસ્તાનની કોઈ તાકાત નથી કે હિન્દુસ્તાન સામે ટકી શકે. પીએમ જે બોલે છે એ જ કરે છે.