વડનગર ખાતે સમગ્ર દેશના વિવિધ જિલ્લામાંથી એક ભાઈ અને એક બહેનને પ્રેરણા સ્કૂલ, વડનગર ખાતે એક અઠવાડિયાની શિબિર માટે ગત વર્ષની વિવિધ પ્રવૃત્તિને અંતે પસંદ કરી બોલાવવામાં આવ્યા છે. શ્રી કે.કે.શાહ જનતા વિદ્યાલય, સરંભડાની વિદ્યાર્થિની આસ્થા ગઢીયાની પસંદગી થતાં માર્ગદર્શક શિક્ષિકા રૂચિતાબેન સાવલિયા અને વિદ્યાર્થિની આસ્થા ગઢીયા વડનગર જવા રવાના થયા હતા.