સાવરકુંડલાના વંડા ગામે રહેતી એક સગર્ભાએ અગમ્ય કારણોસર ફિનાઈલ પી લેતાં સારવાર અર્થે ખસડવામાં આવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, પરિણીતાને પાંચ મહિનાનો ગર્ભ હતો. તેઓ તેના ઘરે ફિનાઈલથી પોતું કરતા હતા તે દરમિયાન અગમ્ય કારણોસર ફિનાઈલની બોટલમાંથી થોડું ફિનાઈલ પી લેતાં સારવારમાં દાખલ કર્યા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.