સાવરકુંડલા તાલુકાના વંડા ગામે પી.પી.એસ. હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શૈક્ષણિક સહાય માટે રચાયેલ “કર્મયોગ” ગ્રુપ સક્રિય રીતે સેવા આપી રહ્યું છે. ગ્રુપના સભ્યો વોરા મનોજકુમાર બાવચંદભાઈ અને કાછડિયા નવનીતભાઈ કરશનભાઈ દ્વારા જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને ઠંડીથી રક્ષણ મળે તે હેતુથી સ્વેટર માટે રૂ. ૧૦,૦૦૦ની સહાય આપવામાં આવી. ઉપરાંત જિતુભાઈ વાઘાણી દ્વારા ૫૦ વિદ્યાર્થી ભાઈ-બહેનોને રૂ. ૧૮,૦૦૦ કિંમતની ૫૦ સ્કૂલ કીટ વિતરણ કરવામાં આવી હતી.








































