સાવરકુંડલાના લોહાણા મહાજન ટ્રસ્ટના કારોબારી સભ્યો અને ટ્રસ્ટીઓની એક અગત્યની બેઠક લોહાણા મહાજન વાડીમાં મળી હતી, જેમાં આગામી ત્રણ વર્ષ માટે સર્વાનુમતે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. આ બેઠકમાં લોહાણા સમાજના સેવાભાવી આગેવાન રાજુભાઈ શિંગાળા સહિતનાઓની વરણી કરવામાં આવી હતી. ટ્રસ્ટીઓ અને કારોબારી કમિટીના ભાઈઓની સ્વયંભૂ સંમતિથી જાહેર કરાયેલા નવનિયુક્ત હોદ્દેદારોમાં વિજયભાઈ વી. વસાણી (મેનેજિંગ ટ્રસ્ટી), જગદીશભાઈ એન. માધવાણી (પ્રમુખ), રાજુભાઈ શીંગાળા (ઉપપ્રમુખ), હાર્દિકભાઈ ખીમાણી (મંત્રી), રાજુભાઈ નાગ્રેચા (મંત્રી), પ્રકાશભાઈ વણજારા (ખજાનચી), સાગરભાઈ મશરૂ (ઓડિટર) અને અમિતભાઈ સાદરાણી (સહ ઓડિટર) તરીકે વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત, બેઠકમાં આગામી જલારામ બાપાની જયંતી ધામધૂમથી ઉજવવાનો અને દર વર્ષની માફક બંને ટાઈમ સમૂહ જ્ઞાતિ ભોજન પ્રસાદનું આયોજન કરવાનો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હતો.





































