અમરેલીમાં શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ(ગર્લ્સ), ચક્કરગઢ રોડ ખાતેના લેઉવા પટેલ ટ્રસ્ટ સ્કૂલ-કોલેજ વિભાગમાં ૨૬મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. મુખ્ય મહેમાન દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ NCC પરેડ, કવાયત, એક સુર એક તાલ, યોગા અને જીમ્નાસ્ટિક જેવા કાર્યક્રમો યોજાયા હતા.