લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલી દ્વારા આગામી તારીખ ૧લી ફેબ્રુઆરીના રોજ યોજાનાર સમૂહલગ્નના આયોજન બાબતે લેઉવા પટેલ સમાજના દાતાઓ, રાજકીય તથા સામાજિક આગેવાનો, અગ્રણી ઉદ્યોગપતિઓ, વેપારીઓ સહિત યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સમૂહલગ્નના આયોજન માટે વિવિધ કમિટીની રચના અને જવાબદારીઓ સોંપવામાં આવેલ. હાજર તમામ લોકો દ્વારા તથા સુરત, અમદાવાદ, અંકલેશ્વરના ઉદ્યોગપતિઓએ આ આયોજન માટે અનુદાનનો ધોધ વહાવ્યો હતો. આ તકે લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડી.કે. રૈયાણી, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલિયા, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પૂર્વ વી.સી. ડા. ગીરીશભાઈ ભીમાણી, અગ્રણી ઉદ્યોગપતિ કાળુભાઇ ભંડેરી, કાંતિભાઈ વઘાસીયા, દકુભાઇ ભુવા, ખોડલધામના ટ્રસ્ટી વસંતભાઈ મોવલીયા, રમેશભાઈ કાથરોટીયા, સુરેશભાઈ દેસાઈ, કાળુભાઇ કાછડીયા, ચતુરભાઈ ખૂંટ, અરુણભાઈ પટેલ, વિજયભાઈ દેસાઈ, દયાળભાઈ સંઘાણી, દીપકભાઈ વઘાસીયા, ભીખુભાઇ કાબરીયા, ચંદુભાઈ રામાણી, ડા. ચંદ્રેશ ખૂંટ, સંજય રામાણી, મેહુલ બાબરિયા, જયસુખ સોરઠીયા, કર્મચારી ટીચર ટીમ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમ રાજેશ માંગરોળીયાની યાદી જણાવે છે.









































