બાબરાના વતની અને તાજેતરમાં અમરેલી જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ તરીકે વરણી પામેલા મુકેશભાઈ ખોખરીયાના સન્માનાર્થે લુહાર સમાજ તથા સીતારામ ધૂન મંડળ અમરાપરા દ્વારા ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. લુહાર જ્ઞાતિની વાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બાબરા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી સમાજના સભ્યો અને સીતારામ ધૂન મંડળના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમારોહ દરમિયાન જ્ઞાતિના પ્રમુખ નટુભાઈ મકવાણા, ઉપપ્રમુખ પ્રવીણભાઈ સિદ્ધપુરા તથા સીતારામ ધૂન મંડળના પ્રમુખ ધીરુભાઈ સતાણી સહિત આગેવાનો દ્વારા મુકેશભાઈને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.










































