લીલીયા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે ભગતસિંહ યુવા સમિતિ, બાબરા સાથે મળીને ફાયર સેફ્‌ટી અવેરનેસ કાર્યક્રમ અને ફાયર ફાઈટીંગ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને આગથી બચવા, આપાતકાલીન પરિસ્થિતિમાંથી બહાર નીકળવા, અને ફાયર એક્સ્ટિંગ્વિશરનો યોગ્ય ઉપયોગ જેવી મહત્વપૂર્ણ તાલીમ અપાઈ. ર્જીંp, ર્ડ્ઢિp ટ્ઠહઙ્ઘ ઇર્ઙ્મઙ્મ જેવી તકનીકો અને ધુમાડાવાળા વિસ્તારોમાંથી બહાર નીકળવાની રીતો પણ શીખવવામાં આવી હતી. અગ્નિશામકોનો જીવંત ડેમો આપીને સંજોગોનું વ્યવહારુ જ્ઞાન અપાયું અને જીવ સુરક્ષિત રાખવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કોલેજના પ્રિન્સિપાલ ડા. રાજેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું કે આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં જીવસુરક્ષા ઉભી કરે છે.