લીલીયા શહેરની પૌરાણિક શ્રી બાલકૃષ્ણ હવેલીમાં શનિવારથી હિંડોળા દર્શનનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે લીલીયા, પુંજાપાદર, ગોઢાવદર સહિતના વૈષ્ણવ સમાજના ભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હિંડોળા દર્શનનો લાભ લીધો હતો. આ તકે વૈષ્ણવ સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર આયોજન હવેલીના મુખ્યાજી રવિભાઈ ભટ્ટના માર્ગદર્શન નીચે કરવામાં આવ્યું છે.