લીલીયા ઘટકના લીલીયામાં સેજા કક્ષાનો વાનગી સ્પર્ધાનો કાર્યક્રમ યોજાયો હતો. આ THR અને મિલેટ્સની વાનગી સ્પર્ધા પ્રાથમિક કન્યાશાળા બી.આર.સી ભવનમાં યોજવામાં આવેલ. જેમાં લીલીયાના સરપંચ જીવનભાઈ વોરા, પ્રાથમિક કન્યાશાળાના આચાર્ય, શિક્ષકો, મુખ્ય સેવિકા પી.ડી. રાઠોડ, એચ.એન. રેણુકા તેમજ આરોગ્ય સ્ટાફ હાજર રહેલ. આ સ્પર્ધામાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા THR અને મિલેટ્સમાંથી અવનવી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ બનાવવામાં આવેલ. આ વાનગી સ્પર્ધા દ્વારા લોકોમાં THR અને મિલેટ્સ અંગે
જાગૃતિ ફેલાવવા પ્રયત્ન કરવામાં આવેલ તેમ ઇમરાન પઠાણની અખબારી યાદીમાં જણાવેલ છે.








































