લીલીયા મોટામાં બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીની શાખા દ્વારા સભાસદ રમેશભાઈ પ્રાગજીભાઈ બુહાના વારસદાર મહેશભાઈ રમેશભાઈ બુહાને બાજપાઈ સહાય નિધિ અંતર્ગત રૂ.૨૫,૦૦૦નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંડળીના ડિરેક્ટર અશોકભાઈ જોશી, બ્રાન્ચ મેનેજર ધર્મેન્દ્રભાઈ ગાયજન અને કૃણાલ જોશી સહિત અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.