લીલીયા મોટા ખાતે પાણી બાબતે શું કામ દીકરીને ગાળો આપો છો તેમ કહેતા કુહાડી મારવામાં આવી હતી. ઉપરાંત જાનથી મારવાની પણ ધમકી આપી હતી. બનાવ અંગે ચંપાબેન માસાભાઇ વાઘેલા (ઉ.વ.૪૩)એ ચોથાભાઇ કાનાભાઇ વાઘેલા, કાંતિભાઇ કાનાભાઇ વાઘેલા, શોભાબેન ચોથાભાઇ કાનાભાઇ વાઘેલા તથા નથુબેન કાનાભાઇ વાઘેલા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમની દીકરી સરજુ પાણી ભરતી હતી તે વખતે આરોપીએ ગાળો આપતા તેમણે પાણી બાબતે શું કામ દીકરીને ગાળો આપો છો? તેમ કહેતા એક્દમ ઉશ્કેરાઇ જઈ તેમની દીકરી સરજુને માથાના ભાગે ઉંધી કુહાડી મારતાં ચાર ટાંકા આવ્યા હતા. તેઓ વચ્ચે પડતા તેને પણ ઉંધી કુહાડી મારી મોઢાની ડાબી બાજુએ ચાર દાંત પાડી મોઢાના હાડકામાં ફ્રેક્ચર કરી ઇજા કરી હતી.તમામ આરોપીએ જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લીલીયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ કનુભાઈ વધુ તપાસ કરી રહ્યા છે.