લીલીયા મોટા મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેકટર વિકલ્પ ભારદ્વાજની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક નાગરિકોએ સિટી સર્વે, ફાયર સેફ્‌ટી, વીજળીના પ્રશ્નો, આધારકાર્ડની કામગીરી તેમજ વિવિધ સરકારી યોજનાઓને લગતી રજૂઆતો કરી હતી. કલેકટર વિકલ્પ ભારદ્વાજે પ્રજાના આ પ્રશ્નોને ગંભીરતાથી સાંભળીને સંબંધિત વિભાગના અધિકારીઓને તેના ત્વરિત અને સચોટ નિરાકરણ માટે કડક આદેશો આપ્યા હતા. આ પ્રસંગે મામલતદાર વાડા, તાલુકા વિકાસ અધિકારી કિશોરભાઈ આચાર્ય, પી.આઈ. એમ.ડી. સાળુંકે, આર.એફ.ઓ. ગલાણી, પ્રિન્સિપાલ રાજેન્દ્રસિંહ રાઠોડ તથા પી.જી.વી.સી.એલ.ના ઈજનેર સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.