લીલીયા મોટામાં આજથી સી.સી.આઈ. દ્વારા ટેકાના ભાવથી કપાસની ખરીદીનો પ્રારંભ થયો હતો. જે અંગે ખેડૂતોને જણાવ્યું છે કે, તેઓ પોતાનો સ્લોટ બુકિંગ કરીને સી.સી.આઈ.ના ધારાધોરણ મુજબનો કપાસ રામકૃષ્ણ કોટન ઈન્ડસ્ટ્રીઝ (કપાસ ખરીદી કેન્દ્ર) સલડી મુકામે જઇને આપી શકશે. જે ખેડૂતોનો કપાસ સી.સી.આઈ.ના ધારાધોરણ મુજબનો હોય અને ટેકાના ભાવે વેચાણ કરવો હોય અને રજીસ્ટ્રેશન બાકી હોય તો પણ કેન્દ્રનો સંપર્ક કરીને ટેકાના ભાવથી કપાસ આપી શકે છે. વધુ વિગતો માટે નજીકના કપાસ ખરીદી કેન્દ્ર અથવા માર્કેટ યાર્ડ (MSP)નો સંપર્ક કરવો. “કપાસ કિસાન” મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી રજિસ્ટ્રેશન કરીને કપાસ મૌસમ વર્ષ ૨૦૨૫-૨૬માં ટેકાના ભાવ (સ્જીઁ) યોજના હેઠળ કપાસની વેચાણ પ્રક્રિયા માટે સુવિધા ૩૧મી ડિસેમ્બર ૨૦૨૫ સુધી ખુલ્લી રહેશે.








































