લીલીયા મોટા ખાતે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા સરકારની વયવંદના યોજના અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસર ડો.સિદ્ધપુરા સાથે બેઠક યોજી વિસ્તારમાં આ કામગીરીને વધુ વેગવંતી બનાવવા સૂચના આપી હતી. સુશાસન પર્વ ની ઉજવણી અંતર્ગત મોદી સરકારના સુશાસનના ૧૧ વર્ષ પૂર્ણ થતા પૂંજાપાદર, વાઘણીયા, પીપળવા ગામે તાલુકા ભાજપ પ્રમુખ જીગ્નેશ સાવજના અધ્યક્ષ સ્થાને ખાટલા બેઠક યોજાઇ હતી. આ તકે પૂંજાપાદરના સરપંચ પદે બાલાભાઈ રામાણી બિનહરીફ થતા મહેશભાઈ કસવાલા દ્વારા પાંચ લાખની ગ્રાન્ટ અને સાંસદ ભરતભાઈ સુતરીયાની અઢી લાખની ગ્રાન્ટની જાહેરાત થઇ હતી.