લીલીયાના રામજી મંદિરના ૧૦૦ વર્ષ પૂર્ણ થતા સમગ્ર ગ્રામજનો દ્વારા ૧થી તારીખ ૩ જાન્યુઆરી ૨૦૨૬ ત્રિદિવસીય શતાબ્દી મહોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ સફળ બનાવવા રામજી મંદિર ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવેલ. જેમાં શહેરની વિવિધ જ્ઞાતિ સંગઠનના હોદ્દેદારો, સામાજિક અને ધાર્મિક સંસ્થાના હોદ્દેદારો અને ગ્રામજનોએ સમગ્ર આયોજનને સફળ બનાવવા આર્થિક યોગદાન પણ જાહેર કરેલ. કાર્યક્રમમાં શહેરની બહાર ધંધાર્થે સ્થાયી થયેલા લોકોને પણ આમંત્રણ પાઠવવામાં આવશે તેમ આયોજક તરફથી જણાવવામાં આવ્યું છે.