લીલીયા ટાઉનમાં પિતાથી વિખૂટા પડેલા અને ઇજાગ્રસ્ત થયેલા સાત વર્ષના માસૂમ બાળકનું લીલીયા પોલીસે ગણતરીના કલાકોમાં તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે. પી.આઈ. એમ.ડી. સાળુકેના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર અપાવી હતી. બાળકે આપેલી વિગતોના આધારે પોલીસે ગોઢાવદર ગામની સીમમાં રહેતા પિતા વિનુભાઈ વશરામભાઈ ભુવાને શોધી બાળક તેમને સોંપ્યું હતું. પરિવારે પોલીસનો આભાર માન્યો હતો.