અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી દેશી- વિદેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. જેમાં ખાસ કરીને લીલીયા પંથકમાં જાણે દેશી વિદેશી દારૂનું હબ હોય તેમ બેરોકટોક વેચાણ થઈ રહ્યું હોવાથી આ બાબતે ભૂતકાળમાં અનેકવાર પોલીસ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે આમ છતાં રજૂઆત કરનારા સામે જ આક્ષેપો કરી પોલીસ અધિકારીઓને છાવરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે ફરી એકવાર જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ દુધાત દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે કે આઇપીએસ અધિકારી હસમુખ પટેલના અધ્યક્ષ સ્થાને તપાસ કમિટીની રચના કરી દેશી-વિદેશી દારૂના વેચાણ બાબત તપાસ કરી તેમાં સંડોવાયેલા અધિકારીઓ અને રાજકીય લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમ અંતમાં જિલ્લા પંચાયત સદસ્યએ જણાવ્યું હતું.









































