લીલીયા તાલુકાના પૂંજાપાદર ગામે ગૌચરની જમીનમાં આડેધડ વૃક્ષો વાવવા બાબત મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું. માલધારી સમાજે આવેદન પત્રમાં જણાવેલ કે પૂંજાપાદર ગામે ગૌચરની થોડીક જ જમીન વધેલ છે જેમાં પશુઓ ઊભા રહે છે તેમજ થોડો ઘણો ચારો પશુઓને મળે છે પરંતુ હાલમાં સદભાવના ટ્રસ્ટ ગૌચરમાં આડેધડ વૃક્ષો વાવી રહેલ છે તો આ કાર્યક્રમને અટકાવવા બાબત જિલ્લા કોંગ્રેસ મહામંત્રી નીતિનભાઈ ત્રિવેદી, કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ પરમાર, ભુપતભાઈ પટોળીયા, વિજય કોગથિયાની આગેવાનીમાં ગૌચર બચાવોના નારા સાથે તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદાર લીલીયાને આવેદનપત્ર પાઠવી યોગ્ય કરવા માગ કરવામાં આવેલ છે.