અમરેલી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સસ્પેન્ડ કરાયેલા લીલીયા મોટા ગ્રામ પંચાયતના સરપંચ જીવનભાઈ વોરાએ ગ્રામજનો સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો છે. પૂર્વ સરપંચ જીવનભાઈ વોરાએ જણાવ્યું હતું કે ડીડીઓ દ્વારા જે મુદ્દાઓને ધ્યાનમાં લઈ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે તે મુદ્દાઓ ૧૦ વર્ષ પહેલાના હોઈ સરપંચ દ્વારા આ મુદ્દાનો ઉકેલ કરવામાં આવ્યો નહોતો. પૂર્વ સરપંચો દ્વારા આ મુદ્દાઓ માટે કોઈ કામગીરી કરવામાં આવી નહોતી. સરપંચ તરીકે હોદ્દો ગ્રહણ કર્યા પછી ગામના વિકાસ માટે રાત-દિવસ જાયા વગર કામો કર્યા છે. જે મુદ્દાઓનો નિકાલ કરવાની જવાબદારી ડીડીઓ અને ટીડીઓની હોવા છતાં તેઓ દ્વારા આ મુદ્દાઓ ધ્યાનમાં લેવામાં આવ્યા નથી. જીવનભાઈ વોરાએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લાં નવ મહિનાથી દર મહિને રૂ.૯ર૦૦૦ની ઓક્ટ્રોયની ગ્રાન્ટ પણ મળી નથી છતાં ગામનો વહીવટ સરળતાથી ચલાવવામાં આવ્યો હતો.










































