લીલીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઈ.જે.ગીડા ની લીલીયા પોલીસ સ્ટેશનથી બગસરા પોલીસ સ્ટેશન ખાતે બદલી થતાં પીઆઈનો ભવ્ય વિદાયમાન કાર્યક્રમ લીલીયા પોલીસ સ્ટાફ દ્વારા યોજવામાં આવ્યો હતો. આ તકે લીલીયા પોલીસ પરિવાર દ્વારા સાકર, પડો, પુષ્પગુચ્છ, મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે પી.આઈ.એ લીલીયા પોલીસ સ્ટાફને કાયદાકીય કાર્યવાહી કરવા અને કોઈપણ બનાવમાં ત્વરિત કાર્યવાહી કરવા અને કાયદો વ્યવસ્થા જાળવવા અંગે ખાસ સૂચનો આપ્યા હતા. લીલીયા પોલીસ ઇન્સ્પેક્ટર ગીડાને પોલીસ સ્ટાફે પુષ્પવર્ષા કરી ભવ્ય વિદાયમાન આપ્યું હતુ. બગસરાના પીઆઈ સાળુકેને લીલીયાની જવાબદારી સોંપવામાં આવી છે.