લીલીયા-ખાંભા તાલુકામાં કપાસની ખેતી કરતા તમામ ખેડૂતોને આથી જાણ કરવામાં આવે છે કે ભારતીય કપાસ નિગમ લિ.(સીસીઆઈ) દ્વારા એક મોબાઈલ એપ્લિકેશન “કપાસ કિસાન” વિકસાવવામાં આવી છે. જેના માધ્યમથી આધાર આધારિત સ્વ-પંજીકરણ કરીને કપાસ મૌસમ વર્ષ ૨૦૨૫-૨૬ માં ટેકાના ભાવ (MSP) યોજના હેઠળ કપાસની વેચાણ પ્રક્રિયા માટે સુવિધા આપવામાં આવશે. કપાસ કિસાન એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર તથા એપલ iOS સ્ટોર પર ૩૦ મી ઓગષ્ટ ૨૦૨૫ થી ઉપલબ્ધ રહેશે. સ્વ-પંજીકરણ ૧લી સપ્ટેમ્બર થી શરૂ થશે અને ૩૦મી સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી ખુલ્લુ રહેશે. ખેડૂતોને કપાસના ટેકાના ભાવ (MSP) સુવિધાનો લાભ લેવા માટે સ્વ-પંજીકરણ કરાવવું ફરજિયાત છે. આ માટે, ખેડૂતોએ માન્ય જમીનનો દસ્તાવેજ, કપાસ વાવેતર વિસ્તારનો સત્તાધિકારીઓ દ્વારા પ્રમાણિત રેકોર્ડ, આધાર કાર્ડ (મોબાઈલ અને બેંક ખાતા સાથે લિન્ક થયેલ) અને પોતાનો ફોટો તૈયાર રાખવો આ આધાર-આધારિત OTP પંજીકરણ સમયસર પૂર્ણ કરીને ૨૦૨૫-૨૬ના કપાસ મૌસમ વર્ષ માટે MSPનો લાભ મેળવી શકાય છે.