ઓપરેશન સિંદૂર પછી, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ ભારતના વિવિધ શહેરોમાંથી પાકિસ્તાન સાથે જોડાયેલા જાસૂસોની ધરપકડ કરી રહી છે. આ ક્રમમાં, સુરક્ષા એજન્સીઓએ તાજેતરમાં રાજસ્થાનથી કાસિમ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. કાસિમની હવે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પૂછપરછ કરી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે જાસૂસી કેસમાં ફસાયેલા કાસિમ વિશે મોટો ખુલાસો કર્યો છે. કાસિમ સાથેની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તેણે લાહોરના આર્મી કેમ્પમાં તાલીમ લીધી હતી. તેને ૩ આઇએસઆઇ અધિકારીઓએ તાલીમ આપી હતી.

તપાસમાં બહાર આવ્યું છે કે ૩ આઇએસઆઇ અધિકારીઓ કાસિમ સહિત કેટલાક આરોપીઓને પાકિસ્તાનમાં તાલીમ આપી રહ્યા હતા. આ આઇએસઆઇ અધિકારીઓમાંથી બે કોડ નામ શાહજી અને તૌજી હતા જેઓ તાલીમ આપવામાં સામેલ હતા જ્યારે એક આઇએસઆઇ અધિકારીની ઓળખ વકાસ તરીકે થઈ છે.આઇએસઆઇના આ જાસૂસી રેકેટમાં, સ્પેશિયલ સેલ ૨ વધુ આરોપીઓને શોધી રહ્યું છે, જેમાંથી એક હસીન નામનો છે જે  આઇએસઆઇ હેન્ડલર્સને ગુપ્ત માહિતી પૂરી પાડતો હતો. હાલમાં હસીન ફરાર છે, બંને આરોપીઓને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. આરોપીઓ અલવરના આર્મી સ્ટેશન પર જાસૂસી કરી રહ્યા હતા. તેઓ સેનાના વાહનોની હિલચાલના ફોટા ક્લીક કરી રહ્યા હતા અને હિલચાલનો સમય નોંધી રહ્યા હતા.

દિલ્હી પોલીસનું સ્પેશિયલ સેલ પૂછપરછ દરમિયાન રાજસ્થાનથી પકડાયેલા પાકિસ્તાની જાસૂસની આઇએસઆઇ તાલીમ સંબંધિત માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. સ્પેશિયલ સેલ ખાસ કરીને કાસિમને લાહોર આર્મી કેમ્પમાં મળેલી તાલીમના ચોક્કસ સ્થાન અને સમય વિશે પૂછપરછ કરી રહ્યું છે. સ્પેશિયલ સેલ કાસિમ પાસેથી જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે કે તેને પાકિસ્તાનમાં કેવા પ્રકારની તાલીમ આપવામાં આવી હતી. સ્પેશિયલ સેલની તપાસમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇના ત્રણ અધિકારીઓની ઓળખ અને ભૂમિકાઓ બહાર આવી છે. શાહજી, તૌજી અને વકાસ જેવા કોડ નામો ધરાવતા આ અધિકારીઓની વાસ્તવિક ઓળખ જાણવી સ્પેશિયલ સેલ માટે પ્રાથમિકતા છે.

સ્પેશિયલ સેલ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે કે કાસિમની ભરતી કોણે અને કેવી રીતે કરી. સ્પેશિયલ સેલ કાસિમની પૂછપરછ દરમિયાન જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે કે કાસિમ આઇએસઆઇ હેન્ડલર્સનો સંપર્ક કેવી રીતે કરતો હતો. કાસિમ કોલ, એપ્સ અથવા કોઈપણ કોડેડ/એન્ક્રિપ્ટેડ માધ્યમ દ્વારા આઇએસઆઇ હેન્ડલર્સ સાથે વાતચીત કરતો હતો. પશ્ચિમ ભારતમાં ડઝનબંધ જાસૂસોની ધરપકડ બાદ, એજન્સીઓ સમગ્ર જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કરવા માંગે છે. કાસિમને અન્ય સભ્યોની ઓળખ, તેમની ભૂમિકા અને ભારતમાં તેના નેટવર્ક વિશેની માહિતી પૂછવામાં આવી રહી છે.

સ્પેશિયલ સેલ કાસિમ પાસેથી અલવર આર્મી સ્ટેશન પર જાસૂસી અને ત્યાં તેણે કઈ બધી બાબતો પર નજર રાખી હતી તે અંગે માહિતી એકત્રિત કરી રહ્યું છે. કાસિમે અલવર આર્મી સ્ટેશન વિશે માહિતી કોને મોકલી હતી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. સ્પેશિયલ સેલ કાસિમને એ પણ પૂછી રહ્યું છે કે શું તેણે અન્ય સ્થળોએ પણ આવી જ જાસૂસી કરી હતી? સ્પેશિયલ સેલ કાસિમને જાસૂસીના બદલામાં કેટલા પૈસા મળ્યા હતા અને પૈસા તેને કેવી રીતે મોકલવામાં આવ્યા હતા તે અંગે પૂછપરછ કરી રહ્યું છે? તેનો અંગત હેતુ શું હતો? સ્પેશિયલ સેલ કાસિમ પાસેથી એ પણ જાણવા માંગે છે કે તેણે જાસૂસી માટે કયા ઉપકરણોનો ઉપયોગ કર્યો હતો. તાલીમ દરમિયાન મળેલા ગેજેટ્‌સ, સિમ કાર્ડ અથવા નકલી દસ્તાવેજા વિશેની માહિતી પણ સ્પેશિયલ સેલની તપાસના દાયરામાં છે.

રાજસ્થાનના ડીગમાંથી પકડાયેલો મોહમ્મદ કાસિમ પણ અપહરણના કેસમાં ૫ વર્ષથી તિહાર જેલમાં હતો. ડીગના પહાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગંગૌરા ગામના રહેવાસી કાસિમના ઘરમાં સીસીટીવી કેમેરા લાગેલા જોવા મળ્યા છે. કાસિમનો એક ભાઈ હસીન છે જે મજૂરી કરે છે. આ ઉપરાંત, તેનો પિતરાઈ ભાઈ અફઝલ મૌલાના છે. બીજા એક પિતરાઈ ભાઈ ઇશ્તીયાક પણ છે. ઇશ્તીયાક કાસિમ સાથે રહેતો હતો. ત્રણેય ભાઈઓ ફરાર છે. કાસિમનો પિતરાઈ ભાઈ અફઝલ ગામમાં એક મદરેસા બનાવી રહ્યો છે, જેના માટે તે ભંડોળ એકઠું કરી રહ્યો હતો.