ગુજરાતી ફિલ્મ જગતમાં સર્વત્ર ચર્ચામાં રહેલી અને બોક્સ ઓફિસ પર હિટ સાબિત થયેલી ફિલ્મ ‘લાલો કૃષ્ણ સદા સહાયતે’ના કલાકારો લાઠી રોડ પર આવેલ વજુભાઇ ગોલની દાદાની વાડીમાં મહેમાનગતિ માણવા માટે પધારેલ હતા. ફિલ્મના હીરો કિરણ જોષી, ભગવાન શ્રીકૃષ્ણના પાત્રમાં અભિનય કરનાર શ્રુહદ ગૌસ્વામી, દિગ્દર્શક અંકિત સખીયા તેમજ ફિલ્મના અન્ય કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. વાડીમાં તેમના આગમન વખતે પટેલ મંડપ સર્વિસ પરિવાર તરફથી વજુભાઈ ગોલ, જયવંતભાઇ ફીણાવા, ધવલભાઇ ગોલ, અલ્પેશભાઈ જાવીયા, પિયુષભાઈ હિરપરા, રોનકભાઈ ગોલ, તુલસીબેન ગોલ વગેરે દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાતથી સ્થાનિકો અને ચાહકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. દરેક કલાકારોએ વાડીની સાદગી અને સ્નેહભરી મહેમાનગતિ માણીને રાત્રી રોકાણ સાથે મીઠી યાદો અહીં છોડી ગયા હતા.