ટીબીના દર્દીઓને ચાલુ સારવાર દરમિયાન પૂરતા પ્રમાણમાં પોષણક્ષમ આહાર મળી રહે તે માટે લાયન્સ ક્લબ ઓફ અમરેલી મેઈન દ્વારા પ્રમુખ બકુલભાઈ ભટ્ટના માર્ગદર્શન નીચે ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ન્યુટ્રિશન કીટનું વિતરણ ૫૦ કરતાં વધારે દર્દીઓને કરવામાં આવ્યું હતું. આ તકે તાલુકા હેલ્થ ઓફિસર ડો.આર.કે. જાટે ટીબીના રોગ વિશે માહિતી આપી દર્દીઓને સારવાર અંગે સમજણ આપી હતી. લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર અભયભાઈ શાહે ટીબીના દર્દીઓને કીટ આપવા બાબતે જણાવ્યું હતું કે આ સામાજિક જવાબદારી છે અને તેના ભાગરૂપે લાયન્સ પરિવાર ગુજરાત લેવલે આવી કામગીરી કરી રહ્યું છે. આ તકે પૂર્વ ગવર્નર વસંતભાઈ મોવલીયા, ડિસ્ટ્રિક્ટ ખજાનચી વાડીલાલભાઈ ઠકરાર, પ્રોજેક્ટ ચેરમેન નિધીબેન શાહ, કાંતિભાઈ વઘાસિયા, જયેશભાઈ પંડ્‌યા, કૌશિકભાઇ હપાણી, ગોરધનભાઈ માંદલીયા, રજનીભાઈ ધોરાજીયા, નનુભાઈ તળાવીયા, સુરેશભાઈ દેસાઈ, રાજુભાઈ પરીખ, જયસુખભાઈ ઢોલરીયા, જયદીપભાઇ સાવલિયા, હાર્દિકભાઈ રામાણી, વિજયભાઈ રાદડિયા, દિવ્યેશભાઈ તળાવીયા સહિત લાયન્સ ક્લબના પદાધિકારીઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા ક્ષય કેન્દ્રના ટીબી સુપરવાઇઝર ભાવેશભાઈ ગજેરા અને કીર્તિબેન ત્રિવેદીએ જહેમત ઉઠાવી હતી.