લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી), શ્રી ભુરખીયા હનુમાનજી ટ્રસ્ટ તથા શ્રી ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નેત્રમણી આરોપણ કેમ્પ ભુરખીયા હનુમાનજી મંદિરે બુધવારે યોજાયો હતો. આ કેમ્પમાં આંખની તપાસ ડા. રવિભાઈ પરમારે કરી હતી. આ કેમ્પમાં ૧૨૮ દર્દીઓએ લાભ લીધો હતો અને ૪૭ દર્દીઓને અમરેલી સુદર્શન નેત્રાલયમાં નેત્રમણી આરોપણ કરવામાં આવેલ હતું. જરૂરિયાતમંદ વ્યક્તિઓના આંખના નંબર ચેક કરી ૨૬ વ્યક્તિઓને ચશ્મા વિતરણ પણ કરવામાં આવેલ હતું. આ કેમ્પને સફળ બનાવવા લાયન્સ ક્લબના ટ્રેઝરર લાયન અશ્વિનભાઈ ડોડીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી તેમ લાયન્સ ક્લબના પ્રમુખ લાયન રૂજુલભાઇ ગોંડલીયાની યાદી જણાવે છે.