અમરેલી જિલ્લાની પેરોલ ફર્લો સ્ક્વોડે લાઠી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS કેસમાં છેલ્લા પાંચ મહિનાથી ફરાર રહેલા આરોપીને ભરૂચમાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસ મહાનિરીક્ષક ભાવનગર રેન્જના માર્ગદર્શન હેઠળ અને અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકના નિર્દેશ અનુસાર ફરાર આરોપીઓની ધરપકડ માટે ખાસ અભિયાન હાથ ધરાયું હતું. લાઠી પો.સ્ટે. ગુનાહિત નોંધ નંબર ૧૧૧૯૩૦૩૪૨૫૦૨૦૯ /૨૦૨૫ હેઠળ NDPS એક્ટ કલમ ૧૫(સી), ૮(સી), ૨૯ મુજબ ગુનો નોંધાયો હતો. અગાઉ પોલીસે ૫૯.૮૮૦ કિલોગ્રામ સુકા ડોડાના ખાલી ખોખા અને ભૂકો, અંદાજિત કિંમત રૂ. ૧,૭૯,૬૪૦, ઉપરાંત મોબાઇલ ફોન અને વજન કાંટા જપ્ત કર્યા હતા. આ કેસમાં ડ્રાઇવર તરીકે સંડોવાયેલ ગોપાલભાઈ નિભુભાઈ સાટીયા (ઉ.વ. ૨૫), રહે. અંકલેશ્વર, છેલ્લા પાંચ મહિનાથી નાસતો ફરતો હતો. ટેક્નિકલ સર્વેલન્સ અને માનવ સૂત્રોની માહિતીના આધારે તેને ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ભરૂચ ખાતે ઝડપી લાઠી પોલીસને સોંપવામાં આવ્યો છે. આગળની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.










































