જીલ્લાઓમાં મિલ્કત ગુમના બનાવોમા સત્વરે મિલકત શોધી મુળ માલીકને પરત કરવા તથા તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ સાર્થક કરવા સુચના આપેલ આપી છે. જે અનુસંધાને લાઠી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.સોનીની જરૂરી સુચના અને માર્ગદર્શન હેઠળ અરજદાર વિનયભાઇ બુધ્ધરામભાઈ ચૌધરી રહે. માલવીયા પીપરીયા વાળાઓનો મોબાઈલ ગુમ થયેલ હોય અને મોબાઈલ ચાલુ હાલતમાં હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેને મોબાઈલના નંબર આધારે ટેકનીકલ સોર્સથી લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલ મિલકત શોધી મુળ માલીકને પરત કરી ‘તેરા તુજકો અર્પણ કાર્યક્રમ સાર્થક કર્યો હતો.






































