લાઠી તાલુકા ભાજપ દ્વારા ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિની ઉજવણી સર્કિટ હાઉસ ખાતે કરવામાં આવી હતી. તાલુકા ભાજપ પ્રમુખ પરેશભાઈ કનાળા, ભુપેન્દ્રભાઈ બસીયા, જીતુભાઈ ડેર, દકુભાઈ પડશાળા સહિત સંગઠનના હોદ્દેદારો અને ભાજપ કાર્યકરોએ પૂર્વ પીએમ વાજપેયીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.










































