લાઠી તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૭ નવેમ્બર બુધવારના રોજ સવારે ૧૧ કલાકે લાઠી તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાશે. તાલુકા કક્ષાના અધિકારવાળા સરકારી બાકી કામો માટે અરજદાર અંગત પ્રશ્નો રજૂ કરવા માંગતા હોય, તે નાગરિકોએ સામૂહિક કે નીતિ વિષયક પ્રશ્નો સિવાયના પ્રશ્નો તા.૧૭ નવેમ્બરના રોજ બપોરે ૩ઃ૦૦ કલાક સુધીમાં લાઠી તાલુકા મામલતદાર કચેરી ખાતે રૂબરૂ અથવા પોસ્ટ મારફતે મોકલવા. અરજીના મથાળે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ“ અવશ્ય લખવું, તેમ લાઠી તાલુકા મામલતદારની એક યાદીમાં જણાવ્યું છે.