લાઠી ખાતે સ્વામિનારાયણ મંદિરના સાનિધ્યમાં હિન્દુ સંમેલનની સાધારણ સભા યોજાઈ હતી. આ સભામાં હિન્દુ સમાજને મજબૂત બનાવવા અને આગામી કાર્યોની રૂપરેખા તૈયાર કરવા માટે મહત્વના નિર્ણયો લેવાયા હતા. સર્વાનુમતે જયેશભાઈ ઠાકરની અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી. નવા અધ્યક્ષની નિમણૂક સાથે જ હિન્દુ સંમેલનને વેગ આપવા માટે નવી કારોબારી સમિતિની પણ રચના કરવામાં આવી છે. આ સમિતિમાં સ્થાનિક અગ્રણીઓ અને ઉત્સાહી કાર્યકરોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ સંગઠનને મજબૂત બનાવવામાં મદદ કરશે.





































