લાઠીમાં જમાઈએ સસરાના ઘરે આવી તેની પત્નીને ફરિયાદ પાછી ખેંચવાની ધમકી આપી હતી. તેમજ બેફામ ગાળો બોલી હતી. આ અંગે બંસીબેન અલ્પેશભાઈ ગોહિલ (ઉ.વ.૩૨)એ હાલ સુરત રહેતા મૂળ વડીયાના કોલડા ગામના પતિ અલ્પેશભાઈ અરવિંદભાઈ ગોહીલ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમણે તેના પતિ વિરુદ્ધ અમરેલી મહિલા પોલીસ સ્ટેશન ખાતે શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી હતી. જેથી પતિએ તેમના પિતાના ઘરે આવી ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ગાળો બોલી જાનથી મારવાની ધમકી આપી હતી. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે કે રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.









































