લાઠી નજીક ગોવિંદપરા ગામથી જરખીયા જવાના રસ્તે વાડી વિસ્તારમાં તા. ૦૯/૦૧/૨૦૨૬ના રોજ એક શ્રમિક સગર્ભા મહિલાને અધૂરા મહિને દુખાવો ઉપડતા ૧૦૮ એમ્બ્યુલન્સ જીવનરક્ષક સાબિત થઈ હતી. ૧૦૮ને કોલ મળતા જ પાયલોટ હિતેશભાઈ રાજ્યગુરૂ અને ઇમરજન્સી મેડીકલ ટેકનીશીયન (EMT) ગોપીબેન ગાંગડીયા તત્કાલ રવાના થયા હતા. વાડી તરફ જવાનો રસ્તો અત્યંત સાંકડો અને જોખમી હોવા છતાં, જ્યાં એમ્બ્યુલન્સ પલ્ટી મારી જવાનો ભય હતો, ત્યાં પાયલોટ હિતેશભાઈએ પોતાની સુઝબુઝથી સાવચેતીપૂર્વક વાહન છેક વાડી સુધી પહોંચાડ્‌યું હતું. ઘટનાસ્થળે પહોંચીને EMT ગોપીબેને સગર્ભાની તપાસ કરતા સ્થિતિ ગંભીર જણાઈ હતી. તેમણે તુરંત પોતાના ઉપરી અધિકારી ડા. રામની સરને જાણ કરી હતી અને ચાલુ એમ્બ્યુલન્સે ઓક્સિજન સહિતની જરૂરી સારવાર આપી હતી.