લાઠી પંથકમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. એક યુવતીને પરણીત પુરુષે લગ્નની લાલચ આપીને શરીરસુખ માણ્યું હતું. યુવતીએ લગ્નનું દબાણ કરતાં માત્ર મૈત્રી કરાર અંગેના કાગળો કરી છેતરપિંડી કરી હતી. બનાવ અંગે યુવતીએ સાગર ચંદુભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, યુવતી આરોપીના કેટરર્સમાં રસોઈ કામ કરવા જતી હતી. આરોપી પરણીત હોવા છતાં તેને લગ્નનું વચન આપ્યું હતું. તેમજ તેની સાથે લગ્ન અંગેના કાગળોના બદલે મૈત્રી કરારના કાગળો કરી છેતરપિંડી કરી અવારનવાર લગ્નનું વચન આપી શરીરસુખ માણીને લગ્ન કર્યા નહોતા. લાઠી પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એમ. સોની વધુ તપાસ કરી રહ્યા છે.









































